[go: up one dir, main page]

લખાણ પર જાઓ

અળવી

વિકિપીડિયામાંથી

અળવી
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: plantae
(unranked): સપુષ્પ
(unranked): એકદળી
Order: એલિસ્મેટેલ્સ
Family: એરેસી
Genus: કોલોકેશિયા (Colocasia)
Species: એસ્ક્યુલેન્ટા (એસ્ક્યુલેન્ટા)
દ્વિનામી નામ
કોલોકેશિયા એસ્ક્યુલેન્ટા

અળવી (અંગ્રેજી: Taro; વૈજ્ઞાનિક નામ: કોલોકેશિયા એસ્ક્યુલેન્ટા) એક ઉષ્ણકટિબંધિય બારમાસીય વનસ્પતિ છે જેને એનાં મૂળમાં થતી અળવીની ગાંઠ મેળવવા માટે તેમજ એનાં મોટાં કદનાં પાંદડાં મેળવવા માટે ઉગાડવામાં આવે છે. આ કાંજી ધરાવતી ગાંઠ અને પર્ણો બંન્ને ખાદ્ય પદાર્થો છે. આ વનસ્પતિ ઘણા પ્રાચીન સમયથી ઉગાડવામાં આવતી વનસ્પતિઓ પૈકીની એક છે.[] પુખ્ત ન થયેલા છોડનાં પાન તથા ગાંઠ વિષકારક હોવાને કારણે અખાદ્ય ગણાય છે. આમ તેમાં રહેલા કેલ્શિયમ ઓક્ઝોલેટ નામના ઘટકને કારણે થાય છે,[][]આ ક્ષારના સ્ફટિકો સોયાકાર હોય છે અને તેથી તે ગળામાં ખંજવાળ પેદા કરે છે. જો કે આ ક્ષાર ખાદ્ય પદાર્થ બનાવતી વેળા ગરમ થવાથી નષ્ટ થઇ જતો હોય છે.[] અથવા તેને રાતભર ઠંડા પાણીમાં રાખી મુકવાથી પણ ઝેરી અસર નષ્ટ થઇ જતી હોય છે. અળવી અત્યંત પ્રસિદ્ધ અને સૌને માટે પરિચિત હોય તેવી વનસ્પતિ છે. અળવીની પ્રકૃતિ ઠંડી અને તર હોય છે. અળવીની અનેક જાતો થાય છે: રાજાળુ, ધાવાળું, કાળીઅળુ, મુંડળેઅળુ, ગીમઅળુ અને રામઅળુ. એ સર્વમાં કાળી અળવી ઉત્તમ છે. કેટલીક અળવીને મોટા અને કેટલીકને ઝીણા-નાના કંદ હોય છે, જેની તરેહતરેહની વાનગીઓ બનાવાય છે. અળવીના પાનમાંથી પાત્રા કે પતરવેલીયા તરિકે ઓળખાતી પ્રખ્યાત ગુજરાતી વાનગી બને છે. અળવીની ગાંઠોનું શાક બને છે, જે ખાસ કરીને ફરાળ તરિકે ખાવામાં આવે છે. અળવી ઉનાળા અને ચોમાસા દરમ્યાન ઉગે છે. અળવી રક્તપિત્તના ઉપચારમાં વપરાય છે અને તે ઉપરાંત ઝાડા બંધ કરનારી અને વાયુ પ્રકોપ કરનારી વનસ્પતિ છે[સંદર્ભ આપો].

અળવી એ મૂળ દક્ષિણ ભારત અને અગ્નિ એશિયાની વતની છે.[] આફ્રિકા, પ્રશાંત મહાસાગરના દ્વિપો અને દક્ષિણ ભારતના અમુક ક્ષેત્રોમાં તે લોકોનો મૂળ ખોરાક છે. કોલોકેસિયા (Colocasia)નું ઉદ્ગમ ભારત-મલય ક્ષેત્ર મનાય છે પરંતુ તે પૂર્વ ભારત અને બાંગ્લાદેશથી લઈ અગ્નિ એશિયા, પૂર્વ એશિયા અને પ્રશાંત ક્ષેત્રો સુધી ફેલાયેલ છે. પશ્ચિમ તરફ તે ઈજીપ્ત અને પૂર્વી ભૂમધ્ય ક્ષેત્રથી લઈ પૂર્વ આફ્રીકા અને પશ્ચિમ આફ્રીકા સુધી ફેલાઈ છે. ત્યાંથી તે કેરેબિયન અને અમેરિકા પહોંચી હતી. અ વનસ્પતિનાં ઘણાં સ્થાનીક નામો છે. જ્યારે તેને સજાવટના વૃક્ષ તરીકે વપરાય છે ત્યારે તેને "એલીફન્ટ ઈયર્સ" (હાથીના કાન) તરીકે ઓળખવામાં આવે છે.

વિભિન્ન ભાષાઓમાં નામ

[ફેરફાર કરો]
અળવીની ગાંઠો

વાવેતર

[ફેરફાર કરો]
વિશ્વવ્યાપી ઉત્પાદન
Top taro producers of 2009[]
(million metric tons)
 નાઈજેરિયા 4.4
 ચીન 1.7
 કેમરૂન 1.7
 ઘાના 1.5
ઢાંચો:PNGપાપુઆ ન્યૂ ગિની 0.3
World total 11.3
Taro output in 2009

અળવીના પાનને વાવતી વખતે જમીનમાં પુષ્કળ પ્રમાણમાં ભેજ જોઈએ છે માટે તેને ડાંગરની સાથે ઉગાડી શકાય છે. આ સિવાય ઉંચાઈ વાળી જગ્યાઓ કે જ્યાં વરસાદ વધુ હોય કે સિંચાઈની વ્યવસ્થા હોય ત્યાં અળવીની ખેતી થઈ શકે છે. અળવીની ખેતી પાણી ભરેલું રહેતું હોય તેવા કળણમાં પણ થઈ શકે છે. અળવીના પાંદડાની દાંડીઓમાં હવા નલિકાઓ હોય છે જેને કારણે વાતાવરણમાંની હવા પાણીની અંદર ગરક થયેલા ભાગો સુધી પહોંચી શકે છે. વહેતા અને ઠંડા પાણીમાં અળવીના છોડને મહત્તમ દ્રાવ્ય પ્રાણવાયુ મળી શકે છે. ગરમ અને સ્થિર પાણી તેના મૂળને સડાવી દે છે. મહત્તમ પાક મેળવવા માટે પાણીના સ્તરને એવી રીતે જાળવવું જોઈએ કે છોડનો નીચોનો ભાગ હમેંશા પાણીની અંદર રહે.

અળવીની સૂકી ખેતી કરતાં ભીની ખેતીના ઘણાં ફાયદા છે જેમકે વધુ ઉત્પાદન (લગભગ બમણું), ઋતુ સિવાય પણ ઉત્પાદન જેથી વધુ કિંમત, અને નિંદામણથી રાહત. આ સાથે ભીની ખેતીની અમુક સમસ્યા પણ છે જેમ જે પાકવામાં લાગતો વધુ સમય, માળખાગત રોકાણ, રાખરખાવનો વધુ ખર્ચ અને એક જ પાક.

મોટાભાગના મૂળ પાક જેમ અળવીના છોડ પણ ભરપૂર ભેજ ધરાવતી કાદવ-કળણ જેવી જમીનમાં સારા ઉગે છે જ્યાં વાર્ષિક વરસાદ ૨૫૦૦ મિમીથી વધુ હોય છે. સૂકી જમીનમાં આ છોડ ૬થી ૧૨ મહિને પુખ્ત વયે પહોંચે છે જ્યારે કાદવ વાળી જમીનમાં તે ૧૨ થી ૧૫ મહિને સંપૂર્ણ વિકસીત બને છે. મૂળના ગોળા મેળવવા માટે પાન જ્યારે પાકીને પીળા પડે ત્યારે કાપણી કરવા માટે આવે છે.

પાકની કાપણી હાથે વપરાતા ઓજારો વાપરીને કરવામાં આવે છે. યાંત્રિક ખેતીમાં પણ હાથઓજારો વાપરીને જ કાપણી કરાય છે. સૌ પ્રથમ કંદની આજુબાજુની જમીન ઢીલી પાડવામાં આવે છે. ત્યાર બાદ પાનની દાંડીના નીચેના છેડાને પકડી કંદ ખેંચી કાઢવામાં આવે છે. તેના કંદનું વાર્ષિક સરેરાશ ઉત્પાદન હેક્ટર દીઠ ૬.૨ ટન જેટલું છે. એશિયામાં સરેરાશ ઉત્પાદન ૧૨.૬ ટન પ્રતિ હેક્ટર સુધી પહોંચે છે.[]

ઝેરીપણું

[ફેરફાર કરો]

આ છોડ જ્યારે અપક્વ હોય છે ત્યારે તેમાં કેલ્શિયમ ઓક્ઝેલેટની હાજરીને કારણે ખાવા માટે ઝેરી ગણવામાં આવે છે.[][]. અળવીને રાંધતા તેનું પ્રમાણ ઓછું કરી શકાય છે. [૧૦] તેમાં બેકિંગસોડા ઉમેરતાં વધુ સારું પરિણામ આવે છે. અળવીના પાનને આખી રાત ઠંડા પાણીમાં પલાળી રાખીને પણ કેલ્શિયમ ઓક્ઝેલેટનું પ્રમાણ ઓછું કરી શકાય છે. કેલ્શિયમ ઓક્ઝેલેટ મોટા પ્રમાણમાં અદ્રાવ્ય છે અને તે પથરી પણ કરાવી શકે છે. અળવીની સાથે દૂધ અને અન્ય કેલ્શિયમ સમૃદ્ધ ખોરાક ખાવાની સલાહ અપાય છે.[૧૧]

આયુર્વેદીક મત અનુસાર શીતળ, અગ્નિપ્રદિપક (ભૂખ વધારનાર), બળની વૃદ્ધિ કરવા વાળી અને સ્ત્રિઓ માટે સ્તનોમાં દૂધ વધારનાર ખોરાક છે. અળવી સેવન કરવાથી પેશાબ અધિક માત્રામાં થતો હોય છે તેમજ કફ અને વાયુની માત્રામાં વૃદ્ધિ થતી હોય છે. અળવીના કંદમાં ધાતુવૃદ્ધિ કરવાની પણ શક્તિ રહેલી છે. અળવીનાં પત્તાંમાંથી બનાવવામાં આવેલું શાક ખાવાથી વાયુ તથા કફ વધે છે. પત્તરવેલિયાનાં પાન બેસન નાખીને બનાવવાના કારણે સ્વદિષ્ટ અને રુચિકર લાગે છે, આમ છતાં તેનું વધારે પડતી માત્રામાં સેવન કરવું ઉચિત નથી. અળવીને કોઇપણ રીતે આહાર તરીકે વાપરતી વખતે બિલકુલ કાચી ન રાખવી[સંદર્ભ આપો].

આ હાનિકરક દૂધ વધારનાર આહાર છે. અળવી સેવનથી પેશાબ અધિક માત્રામાં થાય છે તેમજ કફ તથા વાયુમાં વૃદ્ધિ થતી હોય છે. અળવીના કંદમાં ધાતુવૃદ્ધિ કરવાની પણ શક્તિ હોય છે. અળવીનાં પત્તાંનું શાક વાયુ તથા કફ વધારે છે. પત્તરવેલીયાં બેસનમાં બનાવાતાં હોવાને કારણે સ્વદિષ્ટ અને રુચિકર લાગે છે, છતાં પણ તેનું અધિક માત્રામાં સેવન કરવું ઉચિત નથી. અળવીનો કોઇપણ પ્રકારે બનાવવામાં આવેલા આહારને ક્યારેય કાચો ન રાખવો[સંદર્ભ આપો].

અળવીનું શાક બનાવીને ખાવું. આ શાકમાં ગરમ-મસાલા, તજ (દાલચીની) અને લવિંગ નાખવાં. જે લોકોના પેટમાં વાયુ વધારે બનતો હોય, ઘુટણોમાં દર્દની ફરિયાદ રહેતી હોય અને ખાંસી થતી હોય, તેમના માટે અળવીનો અધિક માત્રામાં ઉપયોગ હાનિકારક નિવડી શકે છે[સંદર્ભ આપો].

ખાદ્ય વપરાશ

[ફેરફાર કરો]

વૈજ્ઞાનિક મતે અળવીમાં પ્રોટીન,પોટેશિયમ,ફોસ્ફરસ,કેલ્સિયમ,સોડીયમ અને થોડા પ્રમાણમાં વિટામીન 'એ' પણ હોય છે.

Taro, cooked, without salt
આહારનું પોષણ મુલ્ય પ્રતિ 100 g (3.5 oz)
શક્તિ594 kJ (142 kcal)
કાર્બોદિત પદાર્થો
34.6 g
શર્કરા0.49
રેષા5.1 g
0.11 g
0.52 g
વિટામિનો
થાયામીન (બી)
(9%)
0.107 mg
રીબોફ્લેવીન (બી)
(2%)
0.028 mg
નાયેસીન (બી)
(3%)
0.51 mg
પેન્ટોથેનિક એસિડ (બી)
(7%)
0.336 mg
વિટામિન બી
(25%)
0.331 mg
ફૉલેટ (બી)
(5%)
19 μg
વિટામિન સી
(6%)
5 mg
વિટામિન ઇ
(20%)
2.93 mg
મિનરલ
કેલ્શિયમ
(2%)
18 mg
લોહતત્વ
(6%)
0.72 mg
મેગ્નેશિયમ
(8%)
30 mg
મેંગેનીઝ
(21%)
0.449 mg
ફોસ્ફરસ
(11%)
76 mg
પોટેશિયમ
(10%)
484 mg
જસત
(3%)
0.27 mg

  • એકમો
  • μg = માઇક્રોગ્રામ • mg = મિલિગ્રામ
  • IU = આંતરરાષ્ટ્રિય એકમો
ટકાવારી અમેરિકા‍ ‍(USA)ના સંદર્ભમાં પુખ્ત વયના વ્યક્તિ માટે ભલામણ પર આધારિત છે.
સ્ત્રોત: USDA Nutrient Database
Taro leaves, raw
આહારનું પોષણ મુલ્ય પ્રતિ 100 g (3.5 oz)
શક્તિ177 kJ (42 kcal)
કાર્બોદિત પદાર્થો
6.7 g
શર્કરા3 g
રેષા3.7 g
0.74 g
5 g
વિટામિનો
વિટામિન એ
(30%)
241 μg
(27%)
2895 μg
1932 μg
થાયામીન (બી)
(18%)
0.209 mg
રીબોફ્લેવીન (બી)
(38%)
0.456 mg
નાયેસીન (બી)
(10%)
1.513 mg
વિટામિન બી
(11%)
0.146 mg
ફૉલેટ (બી)
(32%)
126 μg
વિટામિન સી
(63%)
52 mg
વિટામિન ઇ
(13%)
2.02 mg
વિટામિન કે
(103%)
108.6 μg
મિનરલ
કેલ્શિયમ
(11%)
107 mg
લોહતત્વ
(17%)
2.25 mg
મેગ્નેશિયમ
(13%)
45 mg
મેંગેનીઝ
(34%)
0.714 mg
ફોસ્ફરસ
(9%)
60 mg
પોટેશિયમ
(14%)
648 mg
જસત
(4%)
0.41 mg

  • એકમો
  • μg = માઇક્રોગ્રામ • mg = મિલિગ્રામ
  • IU = આંતરરાષ્ટ્રિય એકમો
ટકાવારી અમેરિકા‍ ‍(USA)ના સંદર્ભમાં પુખ્ત વયના વ્યક્તિ માટે ભલામણ પર આધારિત છે.
સ્ત્રોત: USDA Nutrient Database

અળવીના કંદમાં ફીનોલિક રંગકણોને કારણે તે હળવો જાંબલી રંગ ધરાવે છે. [૧૨] તેના કંદને શેકી, બેક કરી, બાફીને ખવાય છે. તેમાં રહેલી પ્રાકૃતિક શર્કરા તેને મીઠો શિંગ જેવો સ્વાદ આપે છે. તેમાં રહેલી કાંજી પચવામાં સરળ હોય છે. તેના દાણા ખૂબ લીસા અને ઝીણા હોવાથી શિશુઆહાર તરીકે આપી શકાય છે. તેના પાનમાં વિટામિન એ અને સી હોય છે અને તે કંદ કરતા વધુ પ્રમાણમાં પ્રોટિન ધરાવે છે.

ભારતમાં અળવી વિવિધ રાજ્યોમાં વિવિધ રીતે ખવાય છે.

પૂર્વી ભારતના મણીપુરમાં આને પાન કહે છે. આને બાફી, ભુંજી, હિલ્સા માછલી કે આથેલા સોયાબીન (હવાઈ-જાર) સાથે રાંધી ખવાય છે. તેના પાનનો વટાણા સાથે ઉપયોગ કરી "ઉટ્ટી" નામની વાનગી બને છે.

ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશમાં અળવીને ઘાન્ડાલી કહે છે. આના પાંદડામાંથી અહીં "પાત્રોડુ" નામની વાનગી બનાવવામાં આવે છે. શિમલામામ્ પાત્રા કે પાતીડ નામની વાનગી બનાવાય છે.

પશ્ચિમ ભારતમાં અળવીના પાંદડામાંથી પાત્રોડે, પત્રાડે કે પત્રાદા નામની પાત્રા જેવી વાનગી બને છે. મહારાષ્ટ્રમાં અળવીના પાનને અળૂ કહે છે અને પાત્રાને "અળૂચી વડી" કહે છે. આ સિવાય મહારાષ્ટ્રમાં અળૂના પાનનું શાક બનાવે છે જેને અળૂચા ફદફદ કહે છે.

ગુજરાતમાં પાત્રા અળવીના પાનની જાણીતી વાનગી છે તેને પત્તરવેલિયાં પણ કહે છે. સિંધીઓ આને "કચાલુ" કહે છે.

દક્ષીણી રાજ્ય કેરળમાં આને "ચેમ્બુ-કિળાંગ" (ചേമ്പ് കിഴങ്ങ്) કહે છે. અળાવીને એ ગાંઠોને સાંબારમાં નાખવામાં આવે છે. આ સિવાય તેને બાફીને ચટણી સાથે ખવાય છે. અમુક પ્રકારની અળવીના દાંડા અને પાનનું શાક પણ બનાવાય છે.

દક્ષીણી રાજ્ય તામિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં અળવીના મૂળની ગાંઠોને શિવાપન-કિળાંગ કહે છે. આંધ્રપ્રદેશના કિનાર પટી ક્ષેત્રોમાં આને ચામંગડ્ડા કે ચામ ડુમ્પા કહે છે. અહીં તેને તળીને, આંબલી ટમેટા કાંદા માં ભેળવી શાક બનાવીને ખવાય છે.

પશ્ચિમ બંગાળમાં આના મૂળની ગાંઠોની કતરી કરી ચીપ્સ બનાવાય છે. તેને અહીં "કોચુ ભજા" કહે છે. દાંડીમાંથી તેઓ શાક બનાવે છે જેને તેઓ ભાત સાથે ખાય છે. તેના મૂળની ગાંઠોની ચટની બનાવીને પણ ભાત સાથે ખવાય છે. અહીમ્ લોકો અળવીને ઝીંગા સાથે પકવી તેનું શાક બનાવે છે.

ભારતના પૂર્વી રાજ્ય ઉડીશામાં અળવીના મૂળની ગાંઠને "સરુ" કહે છે. આમાંથી સરુ બેસારા (રાઈ લસણમાં રાંધેલી અળવી) નામની વાનગી બને છે. આ સિવાય સળ્વીની ગાંઠને તળી તેના પર મીઠું મરચું છાંટીને લોકો ખાય છે. દાલમા નામની વાનગીમાં અળવીને વિવ્ધ શાકભાજી અને દાળ સથે પકાવાય છે.

ઉત્તરાખંડ અને નેપાળમાં અળવીને એક પૌષ્ટિક ખોરાક મનાય છે. કુમાંઉં ક્ષેત્રમાં આને ગડેરી કહેવાય છે. ત્યાં આને લોખંડના વાસણમાં મીઠાવાળા પાણી સાથે પકવીને તેની કાંજી જેવી વાનગી બનાવાય છે. અળવીને બાફી ને તડકે સુકવી ને તેની સુકવણી ભવિષ્યના વપરાશ માટે રાખવામાં આવે છે. આ સિવાય તેના પાન અને દાંડીઓને અથાણાંમાં વપરાય છે. અડદના લોટ સાથે મેળવી તેની વડી પણ બનાવાય છે. તેની દાંડીને તડકે સુકવીને ભવિષ્યના વપરાશ માટે સાચવામાં આવે છે. એક ઉત્સવના દિવસે સ્ત્રીઓ સ્પ્તર્ષીની પૂજા કરે છે ને તે દિવસે માત્ર ભાત અને અળાવીની ભાજી ખાય છે.

અઝોરસના ફળદ્રુપ ક્ષેત્રો, ખાડીના ક્ષેત્રોમાં અળવી ઊગે છે. ત્યાં અળવીને ઈનહૅમ કે ઈનહૅમ-કોકો કહે છે. ત્યાં આને બટેટા, અન્ય શાકભાજી, માંસ કે માછલી સાથે બાફીને ખવાય છે. આની છાલ ઉતારી, વરાળમાં બાફી, તેલ કે લાર્ડમાં તળીને તેના પર ખાંડ છાંટીને મીઠાઈ તરીકે પણ ખવાય છે.

બાંગ્લાદેશ

[ફેરફાર કરો]

બાંગ્લાદેશમાં અળવીને મૂખી (মুখি), મૂખી કોચૂ (মুখি কচু) અથવા કોચૂર લોતિ (কচুর লতি-અળવીની દાંડી) તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં પ્રાય: તેને જીંગા, ઈલીશ માછલી કે સૂકવણી કરેલી માછલી સાથે રાંધીને ખવાય છે. આ સિવાય તેના પાન અને દાંડીને બાફી તેને વાટી અને શાક પણ બનાવાય છે. આ સિવાય બાંગ્લાદેશી લોકો અળવીની એક અન્ય જાતિ માન કોચૂ ખાય છે એ ઘણી પોષક મનાય છે.

બ્રાઝીલ

[ફેરફાર કરો]

પોર્ટુગીઝી ભાષા બોલનાર દેશોમાં અળવીના ફળોને ઇનહેમ inhame (યમ) કે કૅરા (cará) કહે છે. ત્યાં આને બટેટાની જેમ રંધાય છે દા. ત.બાફીને, ભૂંજી અને મસળીને તેની સાથે મીઠું, લસણ વગેરે ઉમેરીને ખવાય છે.

ચીની રસોઈ

[ફેરફાર કરો]

ચીનમાં અળવીને યુટોઉ (芋头)કે યુનાઈ (芋艿) કહે છે, હોંગકોંગમાં તેને વુ તાઉ કહે છે. ચીનમાં અળવીને ભોજનનાં મુખ્ય ભાગમાં ખાંડ કે ખાંડ ઉમેર્યા વગર, સિરિયલ (કડક પૌંઆ)ની અવેજીમાં લેવાય છે. ચીનમાં અળવી (ગાંઠો) વિવિધ રીતે પકાવાય છે: વરાળમાં બાફી, પાણીમાં બાફી કે સાંતળીને. તે વાનગીની મુખ્ય ભાગ કે સહ પદાર્થ પણ હોઈ શકે છે. ઉત્તરે ચીનમાં આને બટેટાની જેમ બાફી, છાલ ઉતારી, ખાંડ ઉમેરીને ખવાય છે. આને ડુક્કર અને ગોમાંસ સાથે બાફવામાં આવે છે. દક્ષિણ ચીનની ડીમ-સમ રસોઈમાં પણ તે વપરાય છે. ત્યાં તેની ડમ્પલીંગ અને કેક બને છે. તેને ખમણીને પક્ષીના માળા જેવી એક વાનગી બને છે જેને સીફુડ બર્ડનેસ્ટ કહે છે.

ચીનમાં નવા વર્ષની ઉજવણી વખતે અળવીની કેક ખવાય છે. આ સિવાય તોઙ સુઈ, બબલ ટી, આઈસ્ક્રીમ, સ્વીટ ટરો પાઈ જેવી મીઠાઈમાં વપરાય છે. ચીનમાં મેકડોનાલ્ડ ટેરો ફ્લેવરની પાઈ વેચે છે.

તાઈવાન

[ફેરફાર કરો]

તાઈવાનમાં ટારોને "ઓ -એ" (芋仔) કહે છે. તાઈવાનમાં માણસની મુઠ્ઠી જેવડી કે તેથી પણ મોટી અળવીની ગાંઠો વેચાય છે. બટેટાની વેફરની માફક અળવીની વેફરો પણ વેંચાય છે. બટેટાની વેફર કરતા અળવીની ગાંઠોની વેફર વધુ કડક અને શિંગ જેવો સ્વાદ ધરાવે છે. આ સિવાય તાઈવાનમાં અળવીના તળેલા વડા બને છે અને ઠંડી મીઠી વાનગીઓમાં તેઓ અળવીની ગાંઠો વાપરે છે.

કુક દ્વિપ

[ફેરફાર કરો]

કુક દ્વિપ સમુહમાં અળવીના ઘણાં વાવેતરો છે. અહીંની જમીન અળવીને એકદમ માફક આવે છે. પોલીનેશીયાના દ્વીપોમાં તેના મૂળની ગાંઠોને પાણીમાં બાફીને ખવાય છે. તેના પાંદડાને નારિયેળના દૂધ, કાંડા અને માંસ કે માછલી સાથે પકાવીને રકાઉ નામની વાનગી ત્યાં બનાવાય છે.

કોસ્ટા રિકા

[ફેરફાર કરો]

કોસ્ટા રિકામાં બટેટાને સ્થાને અળવીની ચીપ્સ કે સૂપ બનાવાય છે. તેને સ્થાનીય ભાષામાં ટીક્વીસ્ક કહે છે.

પૂર્વ આફ્રિકા

[ફેરફાર કરો]

કેન્યા, યુગાંડા અને ટાંઝાનિયામાં અળવીને અમુક સ્થાનીય બમ્ટુભાષામાં "એરો રુટ" (Arrow root) કે ન્ડુમા (Nduma) કહે છે. આને બાફીને ચા સાથે કે મુખ્ય કાંજી યુક્ત ખોરકા તરીકે ખવાય છે.

ઈજીપ્ત

[ફેરફાર કરો]

ઈજેપ્તમામ્ આને કોલ્કાસ (قلقاس) કહે છે. અહીં તેની ગાંઠો મોટી હોય છે. અહીં તેને છોલીને તેને માંસના પાણી (બ્રોથ)ની અને કોથમીર તથા સ્વીસ ચાર્ડ સાથે બફાય છે. અને માંસની વાનગી સાથે ખાવા અપાય છે. તે સિવાય તેના પતિકા કરી તેને માંસના છૂંદા અને ટમેટાના સોસ સાથે પકવી ખવાય છે. [૧૩]

શરૂઆતી રોમન કાળમાં અળવીની ગાંઠોને આજના બટેટાની જેમ જ ઉપયોગમાં લેવાતી. તેઓ આને "કોલોકેસિયા"(colocasia) તરીકે ઓળખતા. પ્રાચીન રોમન પાકશાસ્ત્રના પુસ્તક "એપિશિયસ" મઆં અળવીની ગાંઠને રાંધવાની અનેક રીતો બતાવી છે, જેમ કે બાફીને, અમુક સોસસાથે પકવીને, માંસ સાથે પકવીને. રોમન સામ્રાજ્યના અંત પછી યુરોપમાં અળવીનો વપરાશ ઓછો થયો. આનું મુખ્ય કારાણ ઈજીપ્ત સાથેના વેપારની પડતી હતી કે જે રોમનોના હાથમાં હતો. તેમ્ છતાંપણ અળવીને વિશેષ સ્થાન્ અછે કેમ કે જ્યારે સ્પેનિશ લોકો નવા વિશ્વની શોધમાં ગયા ત્યારે અળાવી પોતાની સાથે લઈ ગયા હતાં. કેનેરી ટાપુઓ પર અળાવી ખુબ લોકપ્રિય છે. [૧૪]

સાયપ્રસ

[ફેરફાર કરો]

રોમન સામ્રાજના સમયથી સાયપ્રસમાં અઆળ્વી ખવાતી આવી છે. ત્યાં તેને "કોલોકાસી" કહેવાય છે. આ નામ રોમનો દ્વારા અળવી માટેના નામ કોલોકેસીયા સાથે મળતું આવે છે. આને સેરેલી, કાંદા, માંસ અને ટમેટામા સોસ સાથે પકવાય છે. અળવીની નાની ગાંઠોને પોઉલ્સ કહે છે. તેને સૉટે કર્યા પછી વાસણને સૂકી વાઈન, રેડ વાઈન અને ધાણા સાથે લીંબુ નીચોવી ખવાય છે.

ગ્રીસના ઈકારિયા ટાપુ પર અળવી ઊગાડવામાં આવે છે. ઈકારિયન લોકો બીજા વિશ્વ યૂધ દરમ્યાન ભુખમરાથી બચાવવાનું શ્રેય અળવીને આપે છે. તેઓ આને બાફે છે અને પછી કચુંબર સ્વરૂપે ખાય છે.

અલવીને સ્પેનીશ ભાષામાં નૅમ કહે છે અને કેનેરી દ્વીપમાં તેને ઉગાડવામાં આવે છે.

ફીજી ભાષામાં અળવીને ડાલો કહે છે. સદીઓથી આલ્વી એ ફીજી લોકોનો મૂળ ખોરાક છે. ફીજી લોકો અળવી દિવસ પણ મનાવે છે. ૧૯૯૩ના સમય પછી અહીંથી અળવીની નિકાસ પન શરૂ થઈ કેમકે બાજુઆ સૅમોના ટાપુ પર તેની ખેતીનું પતન થયું. ફીજીથી નિકાસ થતી અળવીમાં ૮૦% જેટલી અળવી તાવુની ટાપુ પર ઉગાડવામાં આવે છે. ફીજીના અન્ય ટાપુ પર બીટલ દ્વારા આ પાકને નુકશાન થાય છે. જ્યારે તાવુની ટાપુ પર બીટલ નથી હોતા.

જાપાની અળવી (સાતોઇમો)ના મૂળ: (૧) મૂળ અળાવીની ગાંઠની ડાળી, (2) મૂળ કે બીજ અળવી, (3) અળવીની ઉપ શાખા, (4) નવી અળવી, (5) અળવીની ત્રીજી વંશ

જાપાનમાં આને સેટોઈમો કહે છે. જેનો અર્થ (サトイモ|サトイモ) "ગ્રામ્ય બટેટા" એવો થાય છે. મૂળ અળવી માંથી ઉત્પન્ન થતા ઉPઅ અળવીઓને કોઈમો અને મેગોઈમો કહે છે. અગ્નિ એશિયામાં જોમોન કાળથી સેટોઈમો નો પ્રચાર થઈ રહ્યો છે. ચોખા મૂળ ખાદ્ય પદાર્થ બન્યા તે પહેલા અળવી લોકોનો મુખ્ય ખોરાક હતો. જાપાનમાં માછલી રાંધી હોય તે પાણી (દાશી) અને સોયા સોસ વાપરીને અળવી પકાવવામાં આવે છે.

લેબેનાન

[ફેરફાર કરો]

લેબેનાનમાં અળવીને "કીલ્કાસ" કહે છે અને ત્યાં ભૂમદ્ય સમુદ્રના કિનારાના પ્રદેશમાં તેને ઉગાડવામાં આવે છે. લેબોનોનમાં અળવીના પાન કે ડાળી વાપરવામાં આવતી નથી. અહીં માત્ર તેના મૂળની ગાંઠ વપરાય છે. લેબેનાનમાં ઉગતી પ્રજાતીએના મૂળની ગાંઠ ટેનિસ બોલથી લઈ નાની શક્કરટેટી જેટલી મોટી હોય છે. કીલ્કાસ લેબેનાનની લોકપ્રિય શિયાળુ વાનગી છે. ત્યાં આને મસૂર અથવા તાહીની સાથે પકાવીને ખવાય છે. જેમાં સ્વાદ માટે લસણ અને લીંબુનો રસ વપરાય છે. આ સિવાય અળવીને બાફી તેની છાલ કાઢી અને લાલ સુમેક નામના મસાલામાં રગદોળીને તળીને ખવાય છે.

માલદીવ

[ફેરફાર કરો]

માલદીવમાં અળાવીને આલા કે અલા કહે છે. ચોખા સાથે અહીંના લોકોની ઓળખ થઈ તે પછી પણ અળવી સંપૂર્ણા માલદીવમાં ખવાય છે. ત્યાં આને બાફી કે રાંધીને મીઠું ઉમેરી, ખમણેલા નાળિયેર, મરચાંની પેસ્ટ સાથે કે માછલીના સૂપ સાથે ખવાય છે. આ સિવાય આને શાક તરીકે પણ ખવાય છે. મૂળની ગાંઠો માંથી ચીપ્સ અને અમુક મીઠાઈઓ પણ બને છે. [૧૫]

નેપાળના પર્વતીય ક્ષેત્રોમાં અળવી ઉગાડવામાં આવે છે. અળવીના મૂળની ગાંઠોને અન્હીં પિંડાલુ (पिँडालु) તથા પાન અને દાંડાને કર્લલો (कर्कलो) કે ગાભા (गाभा) કહે છે. વિવિધ પ્રકારની વાનગીઓના આવનસ્પતિના સર્વ ભાગો ખવાય છે. મૂળની ગાંઠોને બાફીને તેને મીઠું મસાલા સાથે ખવાય છે. અળવીના પાનને કાપી તેને અડદની દાળના લોટ સાથે ભેળવી મસ્યોરા (मस्यौरा) નામના સૂકા દડા જેવી વાનગી બનાવવામાં આવે છે. અણધાર્યો વરસાદ આવે ત્યારે તેના પાનનો છત્રીની જેમ ઉપયોગ કરવામાં આવે છે. નેપાળમાં પ્રાચેન સ્મયથી લોકો અળવી સાથે જોડાયેલા છે. ત્યાંની સંસ્કૃતિમાં આ વાતના દર્શન થાય છે. ત્યાંના પાઠ્ય પુસ્તકોમાં "જીવન હમરો કરકલા કો પાની જસ્તૈ હો" (जिवन हाम्रो कर्कलाको पानी जस्तै हो) જેવું એક ગીત આવે છે જેનો અર્થ છે કે " આપણું જીવન આળવીના પાંદડા પર ટકી રહેલા પાણી સમાન નાશવંત છે"

ફીલીપાઈન્સ

[ફેરફાર કરો]
Laing (Goldilocks Bakeshop, SM City Baliuag.)

ફીલીપાઈન્સમાં અળવીને "ગાબી" કહે છે અને સમગ્ર દ્વીપ સમૂહમાં તે ઉપલબ્ધ છે. અહીં અળવીના પાન , ડાળી અને મૂળની ગાંઠ ખાવાના પ્રયોગમાં લેવાય છે. લિઆંગ નામની વાનગી અહીંની લોલકપ્રિય વાનગી છે. જેનું ઉદ્ગમ બીકોલ ક્ષ્ચેત્ર મનાય છે. [૧૬] [૧૭] આ સિવાય સિનિગેન્ગ નામની વાનગીમાં પણ અળવી વપરાય છે. આ વાનગી માંસ, માછલી, ઝીંગા, આમલીના પાન આદિ મેળવી બનાવાય છે. આ સિવાય અહીં અળાવી અને નારિયેળના દૂધમાંથી "જીનતાન" નામની એક મીઠાઈ પણ બનાવવામાં આવે છે.

પાકિસ્તાન

[ફેરફાર કરો]

પાકિસ્તાનમાં અળવી પ્રચલિત છે ત્યાં તેનું રસા વાળુંકે કોરું શાક બનાવાય છે. અળવીમાંથી અરવી ગોશ્ત નામની વાનગી બને છે. અળવીના પાન ને વાળીને પાત્રા જેવી વાનગી - પકોડા બને છે. જેમાં અજમાનો વઘાર અપાય છે.

પોલીનેશીયા

[ફેરફાર કરો]

પારાંપારિક પોલીનેશિયાઈ રસોઈમાં અળાવી એ કાંજીનો મુખ્ય સ્રોત હતો. અગ્નિ એશિયાના પ્રાગૈતિહાસિક સાગરખેડૂઓ અળવી અહીં લાવ્યા હતા. અહીં અળાવીને બાફી, ભૂંજી, વરાળમાં પકવી કે તળીને ખવાય છે.પારંપારિક હવાઈયન ખોરાક "પોઈ" બાફેલી અળવીને પાણીમાં મસળીને બનાવાય છે. આ સિવાય "ફા'આઉસી" નામની મીઠાઈમાં પણ અળવી વપરાય છે. આ મીઠઆઈને અળવીને ખમણી , રાંધી તેમાં નારિયેળનું દૂધ અને બ્રાઉન સુગર ભેળવી બનાવવામાં આવે છે. આસિવાય અળાવીના પાંદડામાં લપેટીને વાનગીઓ બનાવાય છે જેમ કે હવાઈયન "લૌલૌ", ફીજી અને સામોન "પાલુસામી", ટોગોનું "લુપુલુ" વગેરે. ત્યાંના ધાર્મિક ક્રિયાકાંડોમાં કાચી જે બાફેલી અળવીની ગાંઠો વપરાય છે

સામોઆમાં અળવીના મૂઓળની ગાંઠોને નારોઇયેલના દૂધમાં ભેળએએ, અઆળ્વીના પાનમાં મૂકી ઉમુ નામની રેતીની ભઠ્ઠીમાં પકવવામાં આવે છે. આ વાનગીને પાલુસામી કે લુ'આઉ કહે છે. મૂળનો ઉપયોગ કરી તે ટુકડા છુટા પાડવામાં આવે છે. તેનો એક ધુંગારી, નીથો અને ખારો સ્વાદ હોય છે. તેનો જીભ-સ્પર્ષ કાંજીમય, લીસો હોય છે.

દક્ષિણ કોરિયા

[ફેરફાર કરો]

દક્ષિણ કોરિયામાંઅઆળવીને તોરન(토란) કહે છે. જેનો અર્થ થાય છે જમીનમામ્થી નીકળેલું ઈંડું. આના મૂળની ગાંઠને ભૂંજીને અને ડાળીને તળીને ખવાય છે. તેના મૂળની ગાંઠનો ઉપયોગ વૈદકીય રીતે પણ થાય છે ખાસ કરી ડંખના ઉપચારમાં. આમાંથી કોરિયાનું પારંપારિક સૂપ તોરનગુક (토란국) બને છે. યુકગાજન્ગ (육개장) નામની વાનગીમાં પણ અળવી વપરાય છે.

શ્રીલંકા

[ફેરફાર કરો]

શ્રીલંકામાં અળવીની ઘણી પ્રજાતિઓ મળે છે અમુક ખાવા લાયક છે યારે અમુક ઝેરી પણ હોય છે. ખાદ્ય પ્રજાતિઓ "કીરી આલા, કોલકાના આલા, ગાહાઅલા, સેવલાઅલા" વિગેરેને તેના મૂળની ગાંઠ કે પાન મેળવવા માટે ખેતી થાય છે. શ્રીલંકામાં અળવીને બાફીને કે નારિયેળના દૂધ સાથે પકવીને ખવાય છે. કોલકાના આલા પ્રજાતિના પાન પણ ખવાય છે.

સુરીનામ

[ફેરફાર કરો]

સુરીનામમાં સ્થાનીય ભારતીયો અળવીને અરોઈ કહે છે અને અન્ય લોકો આને "ચાઈનીઝ ટેયર"તરીકે ઓળખે છે. "ઍડોઈ " નામની એક જાતીને પણ "ચાઈનીઝ ટેયર" કહે છે. દેશના આંતરીક ભાગમાં મરૂન વસ્તીમાં આનું વાવેતર થાય છે. આ પ્રજાતિ પાણીના વધેલા સ્તરથી પણ કોહવાતી નથી માથી તે ખોડૂતો માં વધુ લોકપ્રિય છે. આ સિવાય કાદવ કળણ વાળી જગ્યામાં "દાશીન" જાતિનું વાવેતર કરવામાં આવે છે, આ પ્રજાતિ તેના સ્વાદ માટે જાણીતી છે. સુરીનામની એક પ્રચલીત વાનગી "પોમ"માં ઝાન્થોસોમા પ્રજાતિની અળવી એ મુખ્ય પદાર્થ હોય છે.

થાઈલેન્ડ

[ફેરફાર કરો]

થાઈ ભાષામાં અળવી ને ફેઉઆક(เผือก) કહે છે. ત્યાંના વિવિધ ક્ષેત્રોમાં વિવિધ રીતે અળવીનો વપરાશ થાય છે. અહીં બજારમાં બાફીને છોલેલી અળવી મળે છે. તેને નાસ્તા તરીકે ખવાય છે. નારિયેળના દૂધમાં બાફેલી અળવી ઉમેરીને અહીં એક પારમ્પારિક થાઈ મીઠાઈ બનાવાય છે .[૧૮] કાચી અળવીને તેલમાં તળીને બનાવાતી અળવીની વેફર પણ અહીં ખવાય છે.

ત્રીનીદાદ અને ટોબેગો

[ફેરફાર કરો]

અહીં અળવીના પાનમાંથી કેલાલુ નામની કેરેબિયન વાનગી બનાવાય છે. અળવીના મૂળની ગાંઠને બાફી માછલી કે માંસ સાથે, વટાણા સાથે કે રોટી સાથે ખવાય છે.

તુર્કસ્તાન

[ફેરફાર કરો]

તુર્કસ્તાનના દક્ષિણ ભાગમાં મર્સીન અને અન્તાલ્યા ક્ષેત્રોમાં અળવીની ખેતી થાય છે. અહીં અળવીને ટમેટાના સૉસમાં બાફી કે રાંધીને માંસ, વાલ કે ચણા સાથે ખવાય છે.

સંયુક્ત રાજ્યો - અમેરિકા

[ફેરફાર કરો]

મુખ ભૂમિ

[ફેરફાર કરો]

અમેરિકાના ચાઈનાટાઊન ક્ષેત્રના લોકો ચીની વાનગીઓમાં અળવીનો ભરપૂર ઉપયોગ કરે છે. અલબ્દ ચીન અને પ્રશાંત ક્ષેત્રોમાં એટલા વિશેષ પ્રમાણમાં અળવીનો ઉપયોગ થતો નથી. ૨૦મી સદીના ઉત્તરાર્ધથી અળાવીની ચીપ્સ અહીં ઘણ સુપર માર્કેટ અને 'નેચરલ ફુડ સ્ટોર્સ' મળતી થઈ છે. ૧૯૨૦મા ફ્લોરિડાના ખેતી ખાતાના સેક્રેટરીએ કાદવ વાળી જમીનમાં દાશીન (અળવી) ઉગાડવા ભલામણો કરી હતી. અળવી ઉગાડવા માટે ઈસ્ટ કોસ્ટ નજીક ફ્લોરિડાના ફેલ્સમેરી ક્ષેત્રને આદર્શ જણાવાયો હતો. આને બટેટાના સ્થાને વાપરવામાં આવતા અને તેને સુકવીને તેનો લોટ બનાવવામાં આવતો. ઘૌં અને દાશીનનો લોટ ભેળવીને બનાવાતી પેનકેક (પુડલો) સ્વાદીષ્ટ હોવાનું મનાય છે.

હવઈયન ભાષામાં અળવી કાલો તરીકે ઓળખાય છે. અળવી એ પ્રાચીનકાળથી હવાઈ લોકોનો પારંપારિક ખોરાક છે. આધુનિક હવાઈ સમાજમાં પણ બટેટા અને અળવી જેવા કંદ ખવાય છે. અળવીમાંથી ત્યાંના લોકો પોઈ, ટેબલ ટેરો, ટેરો ચીપ્સ અને લુઆઉ લીફ જેવી વાનગીઓ બનાવે છે. હવાઇમાં ભીની અને સૂકી એમ બંને રીતે અળાવીની ખેતી થાય છે. અળવીની ખેતી અને તેનો ઉપભોગ એ હવાઈ સામ્કૃતિનું મહત્ત્વપૂર્ણ અંગ છે. ત્યાંના એક ઉત્સવનું નામ લિઆઉ છે જે નામ અળવી શબ્દના પર્યાયી શબ્દ પરથી પડ્યું છે. લુઆઉ ઉત્સવના દિવસે અળવીને નારિયેળના દૂધ અને ચિકન કે ઓક્ટોપસના પગ સાથે રાંધી ખવાય છે. અળવીમાંથી બનેલી પોઈનું પાત્ર ઉઘાડું હોય ત્યારે હવાઈ લોકો ઝઘડો ટંટો કરતાં નથી. હવઈ લોકોની પરંપરા અનુસાર વડીલો સન્મુખ ઝઘડા કરવા કે ઉંચા અવાજે બોલવું એ અનાદર ગણાય છે. તેમના અનુસાર હાલોઆ (અળવીનો એક પર્યાયવાચી શબ્દ)એ માનવજાતિની શરૂઆત કરી હતી. આમ તે આદરણીય પૂર્વજ હોતાં તેની સામે ઝઘડા આદિ કરી શકાય નહીં [૧૯]

વેનેઝુએલા

[ફેરફાર કરો]

વેનેઝુએલામાં અળવીને "ઓકોલો ચીનો' કે "ચીનો" તરીકે ઓળખવામાં આવે છે. અહીં તેનો ઉપયોગ સૂપ અને સંકોચો નામની વાનગી બનાવવા માટે થાય છે. આ દેશના પૂર્વીય પ્રદેશની રહેણી કરણી પર વેષ્ટ ઈંડિયન જીવનનો પ્રભાવ દેખાય છે અને તેની અસર હેથળ લોકો સૂપમાં કંદ નાખી ખાતા હોય છે. આનિ ઉપયોગ માંસ અને માછલી સાથે પણ થાય છે. ઓકુમો એ અહીંનું નામ છે જ્યારે ચીનો નો અર્થ ચીની એવો થાય છે. અહીંના લોકો કોઈ પણ વિદેશી વસ્તુઓને ચીની એવું વિશેષન આપતા હોય છે. સ્થાનીય લોકો પ્રાયઃ અળવીને વ્બાફી ખાય છે તેની કાંજી કે ઘેંસ અહીંની રસોઈમાં અજ્ઞાત છે.

વિયેતનામ

[ફેરફાર કરો]

વિયેતનામમાં અઆળ્વીને ખોઆઈ મૉન કે ખોઆઈ સૉ કહે છે. ત્યામ્ આનો ઉપયોગ સ્પ્રીંગ રોલ, કેક, પુડિંગ, સ્મૂથી, સૂપ અને અન્ય મીઠાઈઓ બનાવવા માટે થાય છે. અહીં અળવી અને ચોખામાંથી ચે ખોઆઈ મૉન નામની લીસી પુડિંગ બનાવામાં છે. અળવીની ડાળીઓ પણ કાન્હ ચૂઆ નામના સૂપમાં વપરાય છે.

પશ્ચિમ આફ્રિકા

[ફેરફાર કરો]

પશ્ચિમ આફ્રિકામાં અળવી એ એક રોજિંદો ખોરાક છે. ઘાના, નાઈજીરિયા અને કેમેરૂન જેવા દેશમાં તે પ્રચલિત છે. ઍંગ્લો કેમેરૂન, નાઈજીરિયા અને ઘાનામાં આને કોકોયમ કહે છે જ્યારે ફ્રેંકોકેમેરૂનમાં આને મકાબો કહેવાય છે. અહીં અળવીને પ્રાયઃ બાફીને, તળીને કે શેકીને સૉસ સાથે ખવાય છે. ઘાનામાં ફુફુ નામની વાનગી પ્લાન્ટેઈન નામના શાકમાંથી બને છે. પ્લાન્ટૅઈન ઉપલબ્ધ ન હોય ત્યારે અળવી વાપરીને ફુફુ બનાવાય છે. આ સિવાય અળવીમાંથી બાળકો માટે મ્પોટો મ્પોટો નામની સુપ જેવી વાનગી બનાવાય છે. ઘાનામાં અળાવીની ચિપ્સ કે વેફર પ્રચલિત છે, અળવીના પાનમાંથી ઘાનામાં પલાવર સોષ અને અઘુશી સ્ટ્યુ જેવા ઘણી જાતના સૂપ બનાવાય છે. ગિની અને સેનેગલમાં પણ જાબેરે નામની શાક જેવા વાનગી બનાવાય છે.

વેસ્ટ ઈંડિઝ

[ફેરફાર કરો]

વેસ્ટ ઈન્ડિઝ દ્વિપોમાં મોટી અળવીને દાશીન કહે છે અને નાની અળવીને ઈડો કહે છે. અંગ્રેજી ભાસી દેશોમાં તેને તાન્યા કહે છે. અળવી આ ક્ષેત્રનો સ્થાનીય ખોરાક છે. દાશીનને રાંધતા તે ભૂરાશ પડતો રંગ પકડે છે, તાહ્યા સફેદ હોય છે જ્યારે ઈડો એ નાના અને ચીકણા હોય છે.

સ્પેનીશ ભાષા બોલતા વેસ્ટ ઈમ્ડિઝ ક્ષેત્રોમાં અળવીને નૅમ કહે છે. પ્રાચીન પોર્ટુગીઝ વસાહતો માં તેને ઈનહેમ કહેવાતું. પોર્ટે રિકોમાં તેને મલન્ગા કહે છે. ત્રિનીદાદ અને ટોબેગો, સેંટ વિન્સેન્ટ અનેગ્રેનેડાઈન્સ અને ડોમિનીકા જેવા ક્ષેત્રોમાં દાશીનમાંથી કલાલુ નામની કાંજી બને છે.

ઘરગથ્થુ ઈલાજ

[ફેરફાર કરો]
  • ગિલ્ટી (ટયૂમર)

અળવીના પાનની ડાળી ને પીસી લેપ કરવાથી આ રોગ માં લાભ થાય છે

  • કરચલી

અળવી ત્વચાનું શુષ્કપણું અને કરચલીઓ દૂર કરે છે. તે આંતરડા કે શ્વાસ નળીના શુષ્કપણાને પા દૂર કરે છે.

  • પિત્ત પ્રકોપ

અરબી કે કોમળ પાનના રસને જીરાના ભુકામાં મેળવી આપતા પિત્ત પ્રકોપ મટે છે.

  • પેશાબની બળતરા

અળવીના પાનના રસ ૩ દિવસ સુધી પીવાથી સે પેશાબની બળતરા મટે છે.

  • ફોડી-ફોડા

અળવીના પાનની દાંડીઓ બાળી તેની રાખ તેલમાં મેળવી લગાવતા ફોડી ફોડા મટે છે

  • મહિલાઓના દૂધની વૃદ્ધિ

અળવીનું શાક ખાવાથી દુગ્ધપાન કરાવવા વાળી સ્ત્રિઓ નું ઓઓધ વધે છે રક્તપિત્ત (ખૂની પિત્ત) હોને પર અળવીના પાનનું શાક રક્તપિત્તના રોગીઓ માટે લાભકારી છે.

  • વાયુ ગુલ્મ (વાયુનો ગોળો)

અળવીના પાન તેની દાંદી સાથે ઉકાળી તેનું પાણી કાઢી તેમાં ઘી મેળવી ૩ દિવસ સુધી સેવન કરતા વાયુનો ગોળો દૂર થાય છે.

  • હૃદય રોગ

અળવીનું શાક રોજ ખાવાથી હૃદયરોગમાં લાભ થાય છે.

ચિત્રો

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Country profile: Samoa, New Agriculturist Online new-agri.co, accessed June 12, 2006
  2. "Weird Foods from around the World". મૂળ માંથી 2008-04-11 પર સંગ્રહિત. મેળવેલ 2013-11-03.
  3. ASPCA: Animal Poison Control Center: Toxic Plant List
  4. The Morton Arboretum Quarterly, Morton Arboretum/University of California, 1965, p. 36.
  5. Kolchaar, K. 2006 Economic Botany in the Tropics, Macmillan India
  6. "Faostat UN Food & Agriculture Organisation". મૂળ માંથી 2006-06-19 પર સંગ્રહિત. મેળવેલ 2013-11-03.
  7. "FAO: Taro cultivation in Asia and the Pacific, 1999" (PDF). મૂળ (PDF) માંથી 2011-08-07 પર સંગ્રહિત. મેળવેલ 2013-11-03.
  8. "Weird Foods from around the World". મૂળ માંથી 2008-04-11 પર સંગ્રહિત. મેળવેલ 2013-11-03.
  9. ASPCA: Animal Poison Control Center: Toxic Plant List
  10. The Morton Arboretum Quarterly, Morton Arboretum/University of California, 1965, p. 36.
  11. Hossain RZ, Ogawa Y, Morozumi M, Hokama S, Sugaya K (2003). "Milk and calcium prevent gastrointestinal absorption and urinary excretion of oxalate in rats". Frontiers in Bioscience. 8: a117-125. doi:10.2741/1083. PMID 12700095. Unknown parameter |month= ignored (મદદ)CS1 maint: multiple names: authors list (link)
  12. McGee, Harold. On Food and cooking. 2004. Scribner, ISBN 978-0-684-80001-1
  13. Recipe for Colcasia in Egyptian Cuisine
  14. In the Canary Islands it is known as "ñame" and it is often used in thick vegetable stews, like "potaje de berros" (cress potage). http://www.culturatradicionalgc.org/Gastronomia-Tradicional/Primer-Plato/Potaje-de-Berros.html સંગ્રહિત ૨૦૧૪-૦૫-૨૯ ના રોજ વેબેક મશિન
  15. Xavier Romero-Frias, Eating on the Islands, Himal Southasian, Vol. 26 no. 2, pages 69-91 ISSN 10129804
  16. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2012-02-27 પર સંગ્રહિત. મેળવેલ 2013-11-03.
  17. [૧]
  18. "Taro in Coconut Milk - Dessert Recipe". મૂળ માંથી 2011-09-13 પર સંગ્રહિત. મેળવેલ 2013-11-03.
  19. "Taro: Hawai'i' Roots". મૂળ માંથી 2012-07-28 પર સંગ્રહિત. મેળવેલ 2013-11-03.

વધુ માહિતી

[ફેરફાર કરો]

001. 8 p. http://www.ctahr.hawaii.edu/oc/freepubs/pdf/SA-1.pdf.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]