[go: up one dir, main page]

લખાણ પર જાઓ

રુથ

વિકિપીડિયામાંથી

રૂથ અને નાઓમીબાઇબલના જુનાકરાર વિભાગમાં આવતાં અગત્યના પાત્રો છે. રૂથ મહાન રાજા દાવિદના વડદાદી હતાં.

રૂથ અને નાઓમીનો પરીચય

[ફેરફાર કરો]

બાઇબલમાં જણાવ્યા પ્રમાણે એકવાર જ્યારે ઇઝરાએલમાં ભયંકર દુષ્કાળ પડ્યો ત્યારે ત્યાંથી કેટલાક લોકો હિજરત કરી બીજા દેશ તરફ જવા લાગ્યા. તેમાં બેથલેહેમ યહૂદિયાનો અલીમેલેખ નામનો એક માણસ પોતાના કુટુંબ સાથે મોઆબ દેશમાં રહેવા ગયો. તેની પત્નીનું નામ નાઓમી અને તેના બે પુત્રોના નામ માહલોન અને કિલ્યોન હતાં. તેઓ ત્યાં રહેતા હતાં તે દરમ્યાન અલીમેલેખ મુત્યુ પામ્યો. ત્યાર બાદ નાઓમીએ તેના બે પુત્રોના લગ્ન કરાવ્યાં. તેમની પત્નીઓનાં નામ ઓપાર્હ અને રૂથ હતાં. લગભગ ૧૦ વર્ષ પછી નાઓમીના બંન્ને પુત્રો મૂત્યુ પામ્યા. હવે નાઓમી તેની બે પુત્રવધુઓ સાથે એકલી રહી ગઇ.

થોડા સમય બાદ ઇઝરાયેલનો દુષ્કાળ દૂર થયો અને સારો પાક થયો તેથી નાઓમી પોતાની પુત્રવધુ સાથે ફરી પાછી તેના વતન જવા નીકળી.