ચટણી
Appearance
ચટણી (અંગ્રેજી:Chutney; હિન્દી:चटनी) એ એક ભારતીય વાનગી છે, જે કોઈપણ ખાદ્ય પદાર્થને વાટીને કે પીસીને બનાવવામાં આવે છે, જે ખાવામાં ચટાકેદાર હોય છે. એમાં એક કે તેથી વધુ જાતના ખાદ્ય પદાર્થ તેમ જ મીઠું, મરચું ભેળવવામાં આવે છે[૧]. ચટણી સીગદાણા, તલ, આદુ, મરચાં, દ્રાક્ષ, ફુદીનો, ધાણાજીરૂં, મીઠો લીમડો, લસણ, કેરી, લીંબુ, તીખાં મરચાં, ગરમ મસાલો, મીઠું, કોથમીર, કોપરૂં વગેરેને જુદા જુદા પ્રમાણમાં જુદી જુદી જાતની ચટણી બનાવવાને બારીક વાટીને અથવા ખાંડીને જુદી જુદી રીતે બનાવવામાં આવે છે. ચટણી સુકા પદાર્થોમાંથી બનાવેલી હોય તો લાંબા સમય સુધી ખાવામાં વાપરી શકાય છે, જ્યારે તાજા શાકભાજી કે ફળમાંથી તૈયાર કરેલી લીલી ચટણી તાજી બનાવવી પડે છે. પાણી ઉમેરીને બનાવેલી પ્રવાહી ચટણી પણ તાજી બનાવવામાં આવે છે.
કેટલીક લોકપ્રિય ચટણીઓ નીચે મુજબ છે.